રેડિયોએક્ટિવિટીના વિવિધ એકમો આપો અને તેમને વ્યાખ્યાયિત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રેડિયોએક્ટિવિટી માટેનો $SI$ એકમ બેકવેરલ $(Bq)$ છે,જેનું નામ રેડિયોએક્ટિવિટીના શોધક હેનરી બેકવેરલના નામ પરથી રાખવામાં આવ્યું છે.
$(i)$ બેકવેરલ $(Bq)$: જે પદાર્થમાં પ્રતિ સેકન્ડ $1$ વિભંજન થાય છે,તેની એક્ટિવિટીને $1$ બેકવેરલ $(Bq)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } Bq = 1 \text{ decay/s}$.
$(ii)$ ક્યુરી $(Ci)$: જે પદાર્થમાં પ્રતિ સેકન્ડ $3.7 \times 10^{10}$ વિભંજન થાય છે,તેની એક્ટિવિટીને $1$ ક્યુરી $(Ci)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } Ci = 3.7 \times 10^{10} \text{ decay/s}$. વ્યવહારમાં તેના નાના એકમો વપરાય છે: $1 \text{ } mCi = 3.7 \times 10^{7} \text{ decay/s} = 10^{-3} \text{ } Ci$ અને $1 \text{ } \mu Ci = 3.7 \times 10^{4} \text{ decay/s} = 10^{-6} \text{ } Ci$. ક્યુરી એ જૂનો પ્રાયોગિક એકમ છે.
$(iii)$ રધરફોર્ડ $(rd)$: રેડિયોએક્ટિવ પદાર્થના જે જથ્થામાં પ્રતિ સેકન્ડ $10^{6}$ (દસ લાખ) ન્યુક્લિયસનું વિભંજન થાય છે,તેને રધરફોર્ડ $(rd)$ કહેવામાં આવે છે. $\therefore 1 \text{ } rd = 10^{6} \text{ decay/s}$.

Explore More

Similar Questions

અર્ધ-આયુષ્ય $(T)$ અને ક્ષય અચળાંક $(\lambda)$ વચ્ચેનો સંબંધ છે

આકૃતિમાં દર્શાવેલ નમૂના $A$ અથવા $B$ માંથી કોનું સરેરાશ આયુષ્ય ઓછું છે?

રેડિયોએક્ટિવ ન્યુક્લાઇડનું અર્ધ-આયુષ્ય એટલે શું?

એક રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $t = 0$ સમયે $N_0$ કાઉન્ટ્સ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમયે $N_0/e$ કાઉન્ટ્સ પ્રતિ મિનિટ માપવામાં આવે છે. જે સમયે એક્ટિવિટી તેના પ્રારંભિક મૂલ્યના અડધા સુધી ઘટી જાય તે સમય (મિનિટમાં) કેટલો હશે?

Difficult
View Solution

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $A$ નો અર્ધ-આયુષ્ય સમય $\tau_A$ છે અને તેમાં માત્ર એક જ ક્ષય મોડ છે. બીજા એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $B$ માં બે ક્ષય મોડ $1$ અને $2$ છે. જો ક્ષય મોડ $2$ ગેરહાજર હોય,તો $B$ નું અર્ધ-આયુષ્ય $\tau_A / 2$ થાય. જો ક્ષય મોડ $1$ ગેરહાજર હોય,તો $B$ નું અર્ધ-આયુષ્ય $3 \tau_A$ થાય. જો $B$ નું વાસ્તવિક અર્ધ-આયુષ્ય $\tau_B$ હોય,તો ગુણોત્તર $\tau_B / \tau_A$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo